Advertisement

આણંદ મનપાની બેદરકારી, મંગળપુરા થી 7 ઓરડી માર્ગ પર સ્ટ્રીટ લાઇટો નિષ્ક્રિય

આણંદ મનપાની બેદરકારી, મંગળપુરા થી 7 ઓરડી માર્ગ પર સ્ટ્રીટ લાઇટો નિષ્ક્રિય

આણંદના મંગળપુરા થી 7 ઓરડી જવાના માર્ગ પર મનપા દિવાબતી વિભાગે 2 વર્ષથી લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટો બેસાડવામાં આવી છે.ત્યારે વીજ મીટર કનેકશન આપવામાં નહીં આવતાં 20થી વધુ સોસાયટીના રહીશો હાલાકી વેઠી રહ્યા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે આણંદ શહેરમાં સ્ટ્રીટ લાઇટો 100 ટકા ચાલુ રાખવા આદેશ કર્યો છે.ત્યારે કરમસદ આણંદ મનપાએ 7 કરોડના ખર્ચે મનગમતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો ઝગમગતી રાખવા કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે.જ્યારે આણંદ શહેરના મંગળપુરા થી ઇરમા કેમ્પસ સહિત 7 ઓરડી વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બે વર્ષથી સ્ટ્રીટ લાઇટો નાંખવા આવી છે.


આ અંગે મંગળપુરા વિસ્તારના રહીશ સુમિત્રાબેન પઢિયાર સહિત અન્ય રહીશોએ જણાવેલ કે આણંદ મનપાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે.આમ છતાં પણ મીટરના બહાને સ્ટ્રીટ લાઇટો શરૂ નહિં કરતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ્ટ છવાય જાય છે.જેના પગલે રાત્રિના સમયે ચોરીના બનાવો પણ વધી ગયા છે.તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતાં આક્રોશ વ્યકત કર્યો હતો.


વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ


રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાથી વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. જેથી તેઓ ઘરની બહાર નીકળી શકતાં નથી. તેમજ રાત્રિના અંધારમાં રસ્તા પર બેઠેલા પશુઓ કે ખાડા દેખાતા ન હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. તેમ સ્ટ્રીટ લાઇટના અભાવે તસ્કરોનો ભય સતાવી રહ્યો છે.

Advertisement