Advertisement

આણંદ ટાઉન પોલીસની સફળતા : પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

આણંદ ટાઉન પોલીસની સફળતા : પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડવામાં આણંદ ટાઉન પોલીસ (સર્વેલન્સ સ્કોડ)ને નોંધપાત્ર સફળતા મળી છે.


આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી.જી. જસાણી સાહેબ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ સાહેબ, આણંદ વિભાગ, આણંદના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા સાહેબે પોતાના તાબાના તમામ સ્ટાફને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.


આ સૂચનાઓના આધારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તીર્થરાજસિંહ ભુપતસિંહને મળેલી બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાહિત રજિસ્ટર નં. 11215002251041/2025 પ્રોહીબીશન અધિનિયમની કલમ 65(એ), 65(ઈ), 81 અને 116(ખ) મુજબ નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતો-ફરતો આરોપી સાહીલભાઈ દાઉદભાઈ મલેકને ઝડપી લેવામાં આવ્યો હતો.


પકડાયેલ આરોપી મૂળ આણંદ શહેરમાં અમીના મંજિલ પાછળ, યાદગાર સોસાયટી, રેલ્વે ફાટક નજીકનો રહેવાસી છે અને હાલ પરીખ ભુવન, નગીના મસ્જીદ પાછળ, આણંદ ખાતે રહેતો હતો. આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ કામગીરીથી આણંદ ટાઉન પોલીસની સતર્કતા અને ગુનાખોરી સામેની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો મળ્યો છે.


પકડાયેલ આરોપીનું નામ અને સરનામું :

સાહીલભાઈ દાઉદભાઈ મલેક

મૂળ રહે. અમીના મંજિલ પાછળ, યાદગાર સોસાયટી, રેલ્વે ફાટક નજીક, આણંદ

હાલ રહે. પરીખ ભુવન, નગીના મસ્જીદ પાછળ, આણંદ

Advertisement