Advertisement

આણંદમાં 4.08 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામ શરૂ

આણંદમાં 4.08 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામ શરૂ

આણંદ મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 4.08 કરોડના ખર્ચે વિદ્યાનગર બંસરી પાર્ક થી હયાત સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન કામ શરૂ કરવામાં આવશે. જેનું ખાતમુહુર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મોગરી ગામનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

શહેરના રાજપથમાર્ગ ને સાત કરોડ ઉપરાંતના ખર્ચે વ્હાઈટ ટોપીગ માર્ગ નું કામ સોમવારથી હાથ ધરવામાં આવનાર છે.

જેને લઇને બાકરોલ ટી પોઇન્ટ થી પ્રાપ્તિ સર્કલ સુધી માર્ગ એક સાઇડ બંધ કરીને કામ શરૂ કરવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર આણંદ એસએમજેવાય યોજના હેઠળ આજે શહેરના સરદાર પટેલ રાજમાર્ગ થી પ્રાપ્તિ સર્કલ સુધીનો માર્ગ વ્હાઇટ ટોપીગ રૂ 7.22 કરોડના ખર્ચે તથા લાંભવેલ ખાતે પાણીની સમસ્યા ના ઉકેલ અંતર્ગત રૂ 2.43 કરોડના ખર્ચે નવીન પાણીની ટાંકી તથા વરસાદી પાણીના નિકાલ માટે રૂ 2.29 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર યોજનાનું કામ શરૂ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત અમીન ઓટો રોડ થી શિવનાથ પાંડેના ઘરથી નીલેશભાઈના ઘર સુધી ગટર લાઇનનું કામઆવશે

Advertisement