Advertisement

આણંદમાં 3.48 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

આણંદમાં 3.48 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

આણંદના નવા બસસ્ટેન્ડ સામે સરદારબાગ પાસેથી એસઓજી પોલીસની ટીમે મધ્યપ્રદેશની એક મહિલાને રૂ.3,48,810ની કિંમતના 116.270 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. 


આણંદ પોલીસને બાતમી મળી હતી કે, એક મહિલા નશીલા માદક પદાર્થની ડિલિવરી આપવા માટે આણંદ શહેરમાં આવેલા નવા બસસ્ટેન્ડ સામે આવેલ સરદારબાગ પાસે ઉભી છે અને ડિલિવરી લેવા આવનારની રાહ જોઈ રહી છે.આણંદ એસઓજી પોલીસની ટીમ બાતમી મુજબના સરદારબાગ પાસે પહોંચી ગઈ હતી અને વોચ ગોઠવી દીધી હતી. આ દરમ્યાન વર્ણન મુજબની એક મહિલાને ઝડપીને તપાસ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું.. પોલીસે રૂ.3,48,810ની કિંમતનું 116.270 ગ્રામ  એમડી ડ્રગ્સ  મોબાઈલ, રોકડ સહિત રૂ.3,59,479નો મુદ્દામાલ કબજે લીધો હતો.

Advertisement