Advertisement

આણંદમાં સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ, કોમ્પ્લેક્સ પર વીજળી

આણંદમાં સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ, કોમ્પ્લેક્સ પર વીજળી

આણંદમાં સતત બીજા દિવસે એક ઇંચ વરસાદ, કોમ્પ્લેક્સ પર વીજળી

આણંદ શહેરમાં બુધવાર સાંજ ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ગુરૂવાર સવારથી વાદળોની આવનજાવન વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટાં પડી રહ્યાં હતા. જો કે સાંજના 5 વાગ્યા બાદ અચાનક જ વાતાવરણ બદલાયું હતું. ભારે પવન વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. માત્ર 32 મિનિટમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો હતો.

આણંદ શહેરના જૂના રસ્તા પર આવેલા ચાર માળના બિલ્ડીંગ વીજળી પડતાં મકાનને સામાન્ય નુકશાન થયું હતું. જો કે મકાનમાં અર્થિગ આપેલ હોવાથી ભારે નુકસાન થયું નથી. શહેરના જીટોડિયા વિસ્તારમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડતાં કોર્ટ વિસ્તારની સોસાયટીઓમાં એક ફૂટ પાણી ભરાઇ ગયા હતા. જ્યારે અમૂલ ડેરી રોડ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડયાં હતા. જેથી ફલડ કંટ્રોલ વિભાગમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

Advertisement