આણંદમાં વીજ ચોરી સામે ઝુંબેશ, 23 શખસો રંગે હાથ ધરાયા
આણંદ જિલ્લામાં વીજ ચોરી અટકાવવા તંત્રએ ઝુંબેશ હાથ ધરી છે.ત્યારે ઉમરેઠ પંથકમાં ઓડ, બડાપુરા,વણસોલ સહિત અન્ય ગામોમાં વિજીલન્સ ટીમોએ ચેકીંગ કાર્યવાહી હાથ ધરીને કુલ 23 વીજ ધારકોને વીજ ચોરી કરતાં રંગે હાથ ધડપી પાડયા હતા.વીજ ચેકીંગ દરમિયાન વીજતંત્રએ લેબોરેટરીમાં મીટર ચકાસણી માટે આપતાં કુલ 7319 યુનિટની વીજ ચોરી થઇ હોવાનું તપાસમાં ખુલવા પામતાં 1.45 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે વીજચોરી અટકાવવાના ભાગરૂપે આણંદ જિલ્લા વીજ તંત્રએ એકશન પ્લાન તૈયાર કર્યો છે.જે મુજબ પ્રથમ તબક્કાના ભાગરૂપે ઉમરેઠ પંથકમાં આવેલા વણસોલ ખાનકુવા ઓડ, બડાપુરા સહિત 15થી વધુ ગામોમાં વિજીલન્સ 21 જેટલી ટીમોએ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ખેતીવાડી ઔદ્યોગિકના 111 વીજ મીટર તપાસવામાં આવ્યાં હતા.આ સમયે વીજધારકોએ ડાયરેકટ લંગર નાંખીને સર્વિસ લાઇનમાં ચેડા કરવા સહિત જુદા જુદા નુશખા અપનાવીને વીજ ચોરી કરતાં કુલ 23 વીજ ધારકોને ઝડપી પાડ્યા હતા.જેના ભાગરૂપે તંત્રએ 1.45 લાખની માતબર રકમનો દંડ ફટકાર્યો હતો.