Advertisement

આણંદમાં વિકાસ ઝડપે આગળ: મનપા 12 માળ સુધીની બિલ્ડીંગ મંજૂરી આપશે

આણંદમાં વિકાસ ઝડપે આગળ: મનપા 12 માળ સુધીની બિલ્ડીંગ મંજૂરી આપશે

આણંદમાં વિકાસ ઝડપે આગળ: મનપા 12 માળ સુધીની બિલ્ડીંગ મંજૂરી આપશે

આણંદ શહેર મનપા ફેરવાતા વસ્તી અને વ્યાપ વધ્યો છે. સાથે સાથે આણંદ વિકાસ વેગ પકડી રહ્યો છે.આણંદ નગરપાલિકાના શાસન દરમિયાન 8 માળ સુધી બિલ્ડીંગ પરમીશન આપવામાં આવતી હતી. જો કે હવે મનપા બનતા આગામી દિવસોમાં 12 માળના બિલ્ડીંગ પરમીશન અપાશે.

જો કે આણંદ મનપા ફાયર સ્ટેશન પાસે સાધનો થકી માત્ર 4 માળ સુધી બિલ્ડીંગમાં આગ બુઝાવી શકાય તેવી કેપીસીટીના ફાયર ફાઇટર ઉપલબ્ધ હતા. જેને લઇને મોટી બિલ્ડીંગ આગ લાગે ત્યારે વડોદરાથી ફાયર ફાઇટર બોલાવવા પડતાં હતા.તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આણંદ મનપાને 15 કરોડના ખર્ચે 5 ફાયર ફાઇટર સાધનો અપાનાર છે.

જેમાં હાલમાં સૌથી આધુનિક ગજરાજ ફાયર ફાઇટર કિંમત રૂ 4 કરોડ અને એક મીની ફાયર ફાઇટર રૂ 1 કરોડ આપ્યું છે. જેનું લોકાર્પણ કરાયું છે.

ગજરાજ ફાયર ફાઇટરમાં પેન ડ્રાઈવ-કેલિબ્રેશન કીની સુવિધા છે.જેનાથી ટેન્કમાં પાણી કેટલો સ્ટોક છે. કેટલાં પ્રેશરથી પાણી મારો થાય છે તે જાણી શકાય છે. રાત્રિના સમયે આગ લાગી હોય તો અત્યંત આધુનિક લાઇટ સિસ્ટમ છે. જેથી લાઇટ થકી તે વિસ્તાર પ્રકાશ પાથરીને આગ બુઝાવી શકાય છે. હાઇડ્રોલિક સિસ્ટમ હોવાથી ઉંચે સુધી લઇ જઇ શકાય છે.

આગામી દિવસો સરકાર દ્વારા ત્રણ નવા ફાયરફાઇટર સાધનો આપવામાં આવનાર છે. તેમજ આગામી દિવસો ફાયર વિભાગ 50થી વધુ સ્ટાફ મંજૂર મળી છે. જેથી મનપા કમિશ્નર દ્વારા ભરતી અંગે ગતિવિધી તૈયાર કરી દીધી છે.

મીની ફાયર ફાઇટર ગલીઓમાં આસાનીથી પ્રવેશી શકે

આણંદ શહેર કેેટલાંક વિસ્તારમાં એવા છે કે જેવા કે ટાવર બજાર, ઊંડી શહેરી, ટુંકી ગલી સહિત અન્ય ગામતળના વિસ્તારમાં રસ્તા સાંકળા છે. જેના કારણે મોટા ફાયર ફાઇટર જઇ ના શકે તેથી અનેક મુશ્કેલીઓ પડતી હતી.

તેને ધ્યાને લઇને 4 હજાર લીટરની ક્ષમતા ધરાવતું હાઇડ્રોલક મીની ફાયર ફાઇટર આપ્યું છે. જેમાં લાઇટ સહિત આધુનિક તમામ સુવિધા ઉપલબ્ધ છે. તે 5 માળ સુધી આગ બુઝાવી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમ ફાયર બ્રિગેડના ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું.

‘ગજરાજ’ની વિશેષતા

  • 90 ડિગ્રી ફરી શકે તેવો કેજ
  • 225 ફૂટ નીચે કમ્યુનિકેશન કરી શકાય
  • પોતાનો વોટર પંપ, પ્રેશરથી ફાયર ફાઈટિંગ થાય
  • સેલ્ફ ફોલ્ટ ફાઈન્ડિંગ સિસ્ટમ
  • 6 વ્હીલ ડ્રાઈવ
Advertisement