Advertisement

આણંદમાં રીક્ષામાં સવાર વેપારી પાસેથી 98 હજારની ચોરી, ત્રણ શખ્સો ઝડપાયા

આણંદમાં રીક્ષામાં સવાર વેપારી પાસેથી 98 હજારની ચોરી, ત્રણ શખ્સો ઝડપાયા

આણંદમાં રીક્ષામાં સવાર વેપારી પાસેથી 98 હજારની ચોરી, ત્રણ શખ્સો ઝડપાયા

આણંદમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂપિયા 98 હજારની રોકડ ચોરી કરનારા પેટલાદના 3 શખસને આણંદ શહેર પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી દબોચી લીધા હતા. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદ શહેરમાં નહેરૂબાગ પાસેની લીટલ હાર્ટ સ્કૂલની બાજુમાં જીવનદીપ સોસાયટી વિસ્તારમાં 65 વર્ષીય દિનેશભાઈ મગનભાઈ ફુલવાણી રહે છે. છેલ્લાં 35 વર્ષથી આણંદ શહેરના સરદારગંજ ખાતે મહાદેવ ટ્રેડર્સ નામની અનાજ કરીયાણાની દુકાન ચલાવી વેપાર કરે છે. ગત અઠવાડિયે બુધવારે સવારે પોણા નવ વાગ્યે તેઓ પોતાની દુકાને જવા માટે ઘરેથી નીકળીને ગ્રીડ ચોકડી નજીક આવ્યા હતા. એ વખતે એક રીક્ષા આવી હતી.

જેમાં ગાઉથી બે શખસ પાછળની સીટમાં મુસાફર તરીકે બેઠા હતા. જે રીક્ષામાં દિનેશભાઈ પણ બેસી ગયા હતા. ત્યારે આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી હતી અને દિનેશભાઈને તમે અહીંયા ઉભા રહો, હું રીક્ષામાં બેઠેલા બંને જણાને ઉતારીને પરત આવું છું એ પછી તમને સરદારગંજ ખાતે તમારી દુકાને ઉતારી દઉં છું તેમ કહી દિનેશભાઈને રીક્ષામાંથી ઉતારી દઈ પલાયન થઈ ગયા હતા.

રીક્ષા ચાલક પરત ન આવતા દિનેશભાઈએ ખિસ્સામાં પ્લાસ્ટીકની થેલીમાં મુકેલી રૂપિયા 98 હજારની તપાસ કરતા તે મળી આવ્યા નહોતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રીક્ષા નંબરને લઈને પેટલાદના જલાલોદૃીન ઉર્ફે માકડો નસરૂદીન મલેક, મહંમદસાહીદ ઉર્ફે અંબુ મહંમદમીંયા શેખ અને પ્રવિણ ઉર્ફે ડાહ્યો લક્ષ્મણ ભયજી તળપદાને ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement