Advertisement

આણંદમાં માથાભારે શખસો પકડેલા પશુ દાદાગીરી કરી છોડાવી ગયા

આણંદમાં માથાભારે શખસો પકડેલા પશુ દાદાગીરી કરી છોડાવી ગયા

આણંદ શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ છે. ગમે ત્યાં રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા પશુઓને ઢોરડબ્બામાં પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બે દિવસ અગાઉ શહેરના તુલસી ગરનાળા પાસેથી બે માથાભારે શખસો દાદાગીરી કરીને તેમના પશુઓ છોડાવી ગયા હતા.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ-કરસમદ મહાનગરપાલિકામાં 53 વર્ષીય જિતેન્દ્રભારતી નરેન્દ્રભારતી ગોસાઈ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 14મી ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ ઢોર ડબ્બા પાર્ટી સાથે આણંદ શહેરમાં રસ્તે રઝળતા પશુઓ પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તેઓ તુલસી ગરનાળા પાસે ઢોર પકડી રહ્યા હતા અને કેટલાંક ઢોર ડબ્બામાં પૂર્યા હતા ત્યારે પરીખભુવન ખાતે રહેતો ભદ્રેશ ઉર્ફે ભયલુ કરસન રબારી અને આણંદની ચિખોદ્રા ચોકડી પાસે રહેતો અર્જુન મનુ પરમાર ત્યાં આવી ચઢ્યા હતા અને ગમે તેમ અપશબ્દ બોલી અમારી ગાયો પકડશો નહીં, અને પકડેલી ગાયો છોડી મુકો તેમ ધમકીભર્યા સૂરમાં બોલી તેમની ગાયોને પાંજરામાંથી છોડાવી સરકારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો.

Advertisement