Advertisement

આણંદમાં ચાઈનીઝ દોરી સાથે 3 શખ્સો ઝડપાયા, 480 ફિરકી કબજે

આણંદમાં ચાઈનીઝ દોરી સાથે 3 શખ્સો ઝડપાયા, 480 ફિરકી કબજે

આણંદ : આણંદ શહેરના સલાટીયા ફાટક પાસે આવેલી માહેરા રેસિડેન્સીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૪૮૦ ફિરકી સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા. શખ્સોએ જથ્થો અમદાવાદના ઘી કાંટા ખાતેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. 

આણંદ એલસીબી રાત્રિના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ત્રણ શખ્સો સલાટીયા ફાટક નજીક આવેલી માહેરા રેસિડેન્સીની ખુલ્લી જગ્યામાં હાજર હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. પોલીસે તપાસ કરતા ૧૦ કાર્ટુન જેમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો અને કિં. રૂ. ૧.૪૪ લાખની ૪૮૦ નંગ ફિરકી કબજે લીધી હતી. 

પોલીસે પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા શખ્સોએ અદનાન અલ્તાફભાઈ વોહરા (રહે. રોયલ પ્લાઝા આણંદ), રસીદશા મહેબુબસા દિવાન (રહે. વ્હોરા સોસાયટી, આણંદ) અને સલમાન યુસુફભાઈ દરબાર (રહે.અયાન પાર્ક, આણંદ) હોવાની ઓળખ આપી હતી. તેમદ ચાઈનીઝ દોરીનો જથ્થોે અમદાવાદના ઘી કાંટા ખાતેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

Advertisement