Advertisement

આણંદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી પાસેથી ૭૫ હજારનો મુદ્દામાલ કબજે

આણંદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી પાસેથી ૭૫ હજારનો મુદ્દામાલ કબજે

આણંદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી પાસેથી ₹૭૫ હજારનો મુદ્દામાલ કબજે

આણંદના વિદ્યા ડેરી રોડ પર આવેલ વેટરનરી કોલેજ ચોકડી પાસેથી આણંદ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના એક આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી અવતારસિંહ રણજીતસિંહ સરદાર (રહે. બોરસદ ચોકડી, એકતાનગર,આણંદ)ની તલાસી લેતા સોનાનું મંગળસૂત્ર, હીરાની કાનની બટ્ટી, સિકકો, મોબાઇલ ફોન મળીને કુલ ૭પ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.

આરોપી અવતારસિંહે પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, તેના બે સાગરિતો ડોન સરદાર (રહે. મહેમદાવાદ) અને ગોપે ઉર્ફે ટકલો સરદાર (રહે.આણંદ) સાથે મળીને આણંદ શહેર અને જીટોડિયામાં ઘરફોડ ચોરીઓ કરી હતી. વધુ તપાસ માટે આરોપીને આણંદ રુરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉપરાંત તેના ફરાર બે સાથીદારોની શોધખોળના ચક્રો ગતિમાન કરાયા છે.

Advertisement