Advertisement

આણંદમાં ગોપી સિનેમા પાસે પાણીની લાઇનમાં લીકેજ શોધતા 2 દિ' લાગ્યા

આણંદમાં ગોપી સિનેમા પાસે પાણીની લાઇનમાં લીકેજ શોધતા 2 દિ' લાગ્યા

આણંદ દાંડી માર્ગ ઉપર પસાર થતા ગોપી સિનેમા સામે પાણીની પાઇપ લાઈન કપલરમાં થયેલુ લીકેજ શોધતાં બે દિવસ લાગ્યા હતા. મનપાની ટીમોએ લીકેજ શોધવા માટે જેસીબી મશીન ખોદકામ કરીને રોડ પર માટીનો ઢગ ખડકી દીધા હતા. પાણીની પાઇપ લાઇનમાં કપલર છુટુ પડી ગયું હોવાથી પાણી લીકેજ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી મનપાએ તાત્કાલિક નવુ કપલર ફીટ કરીને માટી પુરાણ કરીને સંતોષ માન્યો હતો. જો કેવધુ ખોદકામ કરવાની ફરજ પડતા એક સાઇડનો રોડ બંધ કરવો પડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ટાઉન હોલ પાણીની ટાંકી થકી અક્ષર ફાર્મ રોડ સહિત 40થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણ કરવામાં આવે છે.ત્યારે દાંડી માર્ગ ઉપર પાણીની પાઇપ લાઇન લીકેજ થઈ ગઈ હતી.જેના પગલે પાણી ભરાઇ રહેતા રહીશોએ મનપા તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે મનપા વોટર વર્કસ વિભાગ ટીમોએ સોમવારે પાણીની પાઇપ લાઇન લીકેજ શોધવા માટે જેસીબી મશીનથી ખોદકામ કામગીરીઓ હાથ ધકી હતી આખરે પાણી પાઇપ લાઇનમાં કપલર છુટ પડી ગયું હોવાથી પાણી લીકેજ થતું હોવાનું બહાર આવ્યુ઼ હતું. મનપાએ સમારકામ કરીને માત્ર માટી પુરાણ કરી દેતા ભારે વાહનો પસાર થતાં ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. જેથી મનપા દ્વારા સાઇનબોર્ડ મુકીને વાહનચાલકોને સાવેચત કર્યા હતા. પરંતુ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં ન આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Advertisement