Advertisement

આણંદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરતજીનું ભવ્ય સ્વાગત

આણંદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરતજીનું ભવ્ય સ્વાગત

આણંદ, શનિવાર: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા.14 ડિસેમ્બર, રવિવાર ના રોજ સવારે 11:00 કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બી. એ. સી. એ. ઓડિટોરિયલ હોલમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ કાર્યકર્મમાં હાજર રહેશે અને ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ રાજ્યપાલ શ્રી બપોરે 3:30 કલાકે સોજીત્રા તાલુકાના પલોલ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહેશે અને પલોલ ગામ ખાતે જ રાજ્યપાલ શ્રી રાત્રી રોકાણ કરશે અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામજનો સાથે સંવાદ કરશે.બીજે દિવસે તા. 15 મી ડિસેમ્બર, સોમવાર ના રોજ સવારે 7:30 કલાકે પલોલ ગામ ખાતે જ રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત કરશે અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

Advertisement