Advertisement

આણંદમાં ખનીજ માફિયા પર કાર્યવાહી, રોયલ્ટી પાસ વગરનું ડમ્પર ઝડપાયું

આણંદમાં ખનીજ માફિયા પર કાર્યવાહી, રોયલ્ટી પાસ વગરનું ડમ્પર ઝડપાયું

આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર ખનીજ હેરાફેરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.ત્યારે આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે દહેમી રોડ પર પસાર થતાં ડમ્પર ચાલકની પુછપરછ હાથ ધરીને તપાસ કરવામાં આવતાં રોયલ્ટી પાસ વગર કપચી ભરીને લઇ જવામાં આવતાં હોવાનું ખુલવા પામ્યું હતું. જેને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેવાલિયાથી કપચી ભરી હોવાની ચાલકે કબૂલાત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક આવેલા દહેમી રોડ પર રોયલ્ટી પાસ વગર કપચી ભરીને હેરાફેરી કરતાં ડમ્પર અવરવજર કરતાં હોવાની બાતમી મળી હતી. ત્યારે ખાણ ખનીજ વિભાગે ટીમો બનાવીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સમયે સેવાલિયા થી બોરસદ લઇ જવાતા ડમ્પર ચાલકને દહેમી પાસે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ સમયે ડમ્પર ચાલક દ્વારા રોયલ્ટી પાસ વગર કપચીની હેરાફેરી કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવતાં ટીમોએ જપ્ત કરીને નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં બિલ્ડરોને ફાયદો કરવાના હેતુથી રોયલ્ટી પાસ વગર ડમ્પરોમાં રેતી,કપચીની હેરાફેરી થતી અટકાવવાના ભાગરૂપે તંત્રની ટીમો દ્વારા વહેરાખાડી ,ખંભોળજ ખાનપુર, બોરસદ, મહિસાગર નદી કિનારે આવેલા તમામ માર્ગો પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આણંદ જીલ્લા ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement