આણંદમાં આરટીઇ હેઠળ ત્રીજા રાઉન્ડમાં 92 સીટો ખાલી
આણંદ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ નિયમો મુજબ જરૂરીયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવાની પ્રક્રિયાઓના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે. ત્યારે ત્રીજા રાઉન્ડમાં 2352 જગ્યાઓ સામે 2260 સીટ ભરવામાં આવી છે.જો કે ત્રણ ત્રણ રાઉન્ડના અંતે પણ 92 જેટલી સીટ ખાલી રહી હતી. પ્રથમ રાઉન્ડમાં 2295 જગ્યાઓ સામે 1996 જેટલા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે બીજા રાઉન્ડમાં 306ની જગ્યામાં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરતા 228 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.