Advertisement

આણંદમાં અંબર હોટલ અને આશિષ ચાઈનીઝ કિંગ પર આરોગ્ય વિભાગનો છાપો : વાસી ખોરાક મળતા સીલ

આણંદમાં અંબર હોટલ અને આશિષ ચાઈનીઝ કિંગ પર આરોગ્ય વિભાગનો છાપો : વાસી ખોરાક મળતા સીલ

આણંદની સામરખા ચોકડી નજીક આવેલા અંબર હોટલમાં આણંદ મનપાના આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક ચેકીંગ કરતાં રસોડામાં ગંદકી જોઇ તેમજ વાસી ચીકન, ગ્રેવી તેમજ કાજુ વગેરે મલી આવતાં ચોકી ઉઠયાં હતા.તેમજ બાકરોલ આશિષ ચાઈનીઝ કિંગ તપાસ કરતાંકોબીજ ની શાકભાજી ખરાબ અને ગ્રેવી સહિત સામગ્રી વાસી તેમજ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. માનવ સ્વાસ્થય માટે જોખમ ઉભુ કરે તેવા ખાદ્યપદાર્થનું વેચાણ કરતાં હોવાનું બહાર આવતાં સીલ મારી દેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કરસમદ આણંદ મનપાની આરોગ્ય વિભાગની ટીમો દિવાળી તહેવારને લઇને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે હોટલ ,રેસ્ટેરન્ટ સહિત ખાણીપીણીના માર્કેટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમે સામરખા ચોકડી પાસે આવેલા અંબર હોટલમાં તપાસ કરતાં રસોડામાં અસહ્ય ગંદકી તેમજ ગટર ખુલ્લી ,જીવાતો ખાદ્યપદાર્થ પર ફરતી જોવા મળી હતી.રસોઇ બનાવવા માટે ઉપયોગમાં લેતા વાસણો સફાઇ કરવામાં આવતી ન હોવાનું બહાર આવ્યું છે. તેમજ વાસી કાજુ, જૂના મસાલા તેમજ બગડી ગયેલી ગ્રેવી તેમજ ખરાબ થઇ ગયેલ ચીકન વગેરે મળી આવતાં તંત્ર ચોકી ઉઠયું હતું.આમ હોટલબિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ 376 એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.

બાકરોલ આશિષ ચાઈનીઝ કિંગ ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતા નો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત કોબીજ ની શાકભાજી ખરાબ હાલતમાં મળી આવી અને ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી છે. જેને લઇને હોટલ સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

Advertisement