Advertisement

આણંદમાં સરકારી અનાજ ગોડાઉનમાં ધોળા દિવસે ટ્યુબલાઈટો ચાલુ, વિજળી બચતના દાવાઓ પર સવાલ

આણંદમાં સરકારી અનાજ ગોડાઉનમાં ધોળા દિવસે ટ્યુબલાઈટો ચાલુ, વિજળી બચતના દાવાઓ પર સવાલ

આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ધોળા દિવસે ટ્યુબલાઈટો ચાલુ રાખવામાં આવતાં સરકારી વિજળીનો બેફામ દુર્વ્યય થઈ રહ્યો છે.


એક તરફ સરકાર જનતાને વિજળી બચાવવાના ઉપદેશ આપી રહી છે, એલઈડી લગાવી ઊર્જા સંરક્ષણ અને બચતના નારા લગાવી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી અનાજ ગોડાઉનના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને લાલીયાવાડીના કારણે ખુલ્લા દિવસે જ લાઈટો ચાલુ રાખી વિજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.


પ્રશ્ન એ છે કે જ્યારે સૂર્યપ્રકાશ પૂરતો હોય ત્યારે ટ્યુબલાઈટ ચાલુ રાખવાની શું જરૂર? શું સરકારી વિજળી કોઈના બાપની છે? અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે આંખ આડા કાન કરતી બાબુસાહીને લઈને જનતામાં ભારે રોષ ફેલાવ્યો છે. સામાન્ય નાગરિકને વીજ બિલ ભરવામાં તકલીફ પડે છે, ત્યારે સરકારી કચેરીઓ અને ગોડાઉનમાં વિજળીનો ખુલ્લેઆમ વેડફાટ ચાલી રહ્યો છે.


સ્થાનિકોમાં ચર્ચા છે કે કોના બાપની દિવાળી ? જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકારના વિજળી બચતના તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે. હવે જોવાનું એ છે કે તંત્ર જાગે છે કે પછી આવા બેફામ વિજ વેડફાટને મૌન સંમતિ આપતું રહેશે.

Advertisement