Advertisement

આણંદની એનડીડીબીને 3 ડેરી અને 1 કેટલ ફીડ પ્લાન્ટ 10 વર્ષ માટે સોંપાયા

આણંદની એનડીડીબીને 3 ડેરી અને 1 કેટલ ફીડ પ્લાન્ટ 10 વર્ષ માટે સોંપાયા

આણંદની એનડીડીબીને 3 ડેરી અને 1 કેટલ ફીડ પ્લાન્ટ 10 વર્ષ માટે સોંપાયા

ઉત્તર પ્રદેશ સરકાર, પ્રાદેશિક કૉઑપરેટિવ ડેરી ફેડરેશન અને એનડીડીબી વચ્ચે લખનઉમાં મહત્વપૂર્ણ એમઓયુ થયા છે. આ કરાર હેઠળ કનોજ, ગોરખપુર અને કાનપુરના ડેરી પ્લાન્ટ તેમજ આંબેડકરનગરનો કેટલ ફીડ પ્લાન્ટ 10 વર્ષના ભાડાપટ્ટે એનડીડીબીને સોંપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં થયેલા આ કરારથી પશુપાલકોને અનેક ફાયદા થશે. દૂધની સમયસર ચૂકવણી થશે. પશુઓ માટે ઉચ્ચ ગુણવત્તાનો ચારો ઉપલબ્ધ થશે. દૂધના વેચાણનું યોગ્ય મૂલ્ય મળશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કરારથી રાજ્યના ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. રોજગારીની તકો વધશે. મિલ્ક વેલ્યૂ ચેઇન મજબૂત બનશે. તેમણે યુપીમાં બાલિની સહિત એનડીડીબીના સહયોગથી રચાયેલા આઠ દૂધ ઉત્પાદક સંગઠનોનો ઉલ્લેખ કર્યો.

એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ શ્વેત ક્રાંતિ 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમનું ફોકસ દૂધ ઉત્પાદકોનું સશક્તિકરણ અને સહકારી મંડળીઓને મજબૂત બનાવવા પર છે.

એનડીડીબી અને તેની આનુષંગિક કંપની એનડીડીબી ડેરી સર્વિસિઝે આઠ એમપીઓની સ્થાપના કરવા માટે રાજ્ય સરકારની સાથે સહયોગ સાધ્યો છે. આ એમપીઓ હાલમાં 12 હજાર ગામોમાંથી 5 લાખથી વધારે પશુપાલક સભ્યો પાસેથી પ્રતિ દિન 18 લાખ લિટરથી વધારે દૂધ એકઠું કરી રહ્યાં છે. તેમાંથી પાંચની સ્થાપના સ્ટેટ રુરલ લાઇવલિહૂડ મિશન હેઠળ થઈ છે, જેણે તેમની સ્થાપના અને સંચાલન માટે નાણાકીય સહાય પૂરી પાડી છે. વધુમાં, એનડીડીબીના સહયોગમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનપીડીડી, જેઆઇસીએ પ્રોજેક્ટ અને ફોડર એફપીઓ જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ પણ થઈ રહ્યું છે.

Advertisement