Advertisement

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન

આણંદ : આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૩૪ પૈકી ૮૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૯૭.૪૮ ટકા મતદાન થયું હતું. તા. ૧૨મીને શુક્રવારે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ૯ બેઠકના ૨૪ ઉમેદવારોનું ભાવિ હાલ તો મતપેટીમાં સીલ થઈ ગયું છે. અમૂલ ડેરીમાં સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો સહેલગાહે લઇ ગયેલા મતદારોને આજે સીધા ડેરી ખાતેના મતદાન મથકોએ બે લકઝરી બસમાં લવાયા હતા.

આણંદની અમૂલ ડેરીની આજે આણંદ અને ખેડા જિલ્લાની ચાર-ચાર બેઠકો તેમજ એક વ્યક્તિગત બેઠકો માટે આણંદની અમૂલ ડેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે સવારે ૯ કલાકે મતદારોએ મતદાન શરૂ કરી દીધું હતું. સવારે ૯થી ૧૧ કલાક દરમિયાન ૮૩૪ પૈકી ૩૧૬ મતદારોએ મતદાન કરતા ૩૭.૯૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પેટલાદ બેઠકમાં ૮૯ પૈકી ૫૯ મતદારોનું ૬૬.૨૯ ટકા મતદાન જ્યારે સૌથી ઓછું નડિયાદ બેઠક ઉપર ૧૦૭ પૈકી ૧૦ મતદારોનું ૯.૩૫ ટકા મતદાન થયું હતું. બપોરે ૧ વાગ્યા સુધી બોરસદમાં ૯૩ અને કપડવંજમાં ૧૧૨ મતદારો સાથે બંને બેઠક ઉપર ૧૦૦ ટકા મતદાન થઈ ગયું હતું. બપોરે ૩ કલાક સુધી ૯ બેઠકો ઉપર ૮૩૪ પૈકી ૮૧૩ મતદારો સાથે ૯૭.૪૮ ટકા મતદાન થઈ ગયું હતું.

મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક ઉપર ૧૦૦ ટકા મતદાન થયું છે. આણંદ બેઠક ઉપર ૯૮.૨૦, પેટલાદમાં ૯૮.૮૮, માતરમાં ૯૮.૮૯, નડિયાદમાં ૯૯.૦૭ અને વ્યક્તિગત સભાસદ વિભાગમાં ૩૦.૪૩ ટકા મતદાન નોંધાયું છે. આણંદ બેઠક ઉપર બે તથા પેટલાદ, માતર અને નડિયાદમાં એક મતદારે મતદાન કર્યું ન હતું.

વ્યક્તિગત સભાસદ વિભાગમાં ૨૩ મતદારો પૈકી ૭ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વ્યક્તિગત સભાસદ વિભાગમાં એક મહિલા સભાસદ અને પેટલાદ બેઠક પર વિશ્રામપુરા ડેરીના મતદાર વિદેશથી મતદાન કરવા આવ્યા હતા. જ્યારે ૯ બેઠકો ઉપર કેટલાક વિકલાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા.

આણંદ જિલ્લાની પેટલાદ અને બોરસદ બેઠકના મતદારોને નેતાઓ નાણાંના જોરે ખરીદવા નીકળ્યા હોવાના વિવિધ વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  • આણંદ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દર બે-બે કલાકના આંકડા દર્શાવતું મતદાન પત્રક
  • અમૂલ ડેરીની ચૂંટણીમાં કઈ બેઠક ઉપર ક્યારે કેટલું મતદાન થયું ?
  • ક્રમ કુલ સવારે ૯ થી ૧૧ સવારે ૯ થી બપોરે ૧ સવારે ૯ થી બપોરે ૩
  • કુલ સવારે 9 થી 11 સવારે 9થી બપોરે 1 સવારે 9 થી બપોરે
  • 3બેઠકો મતદારો થયેલ મતદાન ટકાવારી થયેલ મતદાન ટકાવારી થયેલ મતદાન ટકાવારી
  • આણંદ જિલ્લો
  • ૧-આણંદ ૧૧૧ ૬૪ ૫૭.૬૬ ૧૦૧ ૯૦.૯૯ ૧૦૯ ૯૮.૨૦૨
  • ૨-ખંભાત ૧૦૫ ૬૧ ૫૮.૧૦ ૧૦૪ ૯૯.૦૫ ૧૦૫ ૧૦૦૩
  • ૩-બોરસદ ૯૩ ૪૪ ૪૭.૩૧ ૯૩ ૧૦૦ ૯૩ ૧૦૦૪
  • ૪-પેટલાદ ૮૯ ૫૯ ૬૬.૨૯ ૮૧ ૯૧.૦૧ ૮૮ ૯૮.૮૮
  • ખેડા જિલ્લો
  • ૫ ૭-કઠલાલ ૧૦૪ ૧૬ ૧૫.૩૮ ૯૮ ૯૪.૨૩ ૧૦૪ ૧૦૦૬
  • ૮-કપડવંજ ૧૧૨ ૩૩ ૨૯.૪૬ ૧૧૨ ૧૦૦ ૧૧૨ ૧૦૦૭
  • ૧૦-માતર ૯૦ ૨૫ ૨૭.૭૮ ૮૮ ૯૭.૭૮ ૮૯ ૯૮.૮૯૮
  • ૧૧-નડિયાદ ૧૦૭ ૧૦ ૯.૩૫ ૧૦૫ ૯૮.૧૩ ૧૦૬ ૯૯.૦૭૯
  • વ્યક્તિગત સભાસદ ૨૩ ૪ ૧૭.૩૯ ૭ ૩૦.૪૩ ૭ ૩૦.૪૩
  • કુલ 834 316 37.94 789 94.72 813 97.48

Advertisement