Advertisement

આણંદના વૃંદાવન મેદાન પાસે ટ્રાફિકને અડચણરૂપ 12 લારી અને 1 ટેમ્પી જપ્ત

આણંદના વૃંદાવન મેદાન પાસે ટ્રાફિકને અડચણરૂપ 12 લારી અને 1 ટેમ્પી જપ્ત

કરમસદ આણંદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડમાં ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને અવારનવાર સૂચના આપવા છતાં પણ પોતાની લારીઓ ઊભા રાખતા હોય તથા ટ્રાફિકને અડચણરૂપ થતા હોય આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરીને 12 લાકીઓ સહિત 1 ટેમ્પી જપ્ત કરી હતી.

આણંદ શહેરના 100 ફૂટ રોડ ઉપર દુકાનદારો દ્વારા રોડ ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતે દબાણ કરવામાં આવ્યું હતું. દુકાનનો પરચુરણ માલ સામાન રખાયો હતો અને ખોટી રીતે પાર્કિંગ કરાયું હતું. આવા 8 દુકાનદારોને દરેકને રૂ 10,000 મળીને કુલ 08 દુકાનદારોને રૂ 80,000 નો દંડ ભરપાઈ કરવા માટે નોટિસ આપી છે.મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લોકોને અડચણરૂપ થાય તે રીતે દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર બહાર ન મૂકે તે માટે અનુરોધ કરાયો છે.

દબાણોને કારણે મોડી રાત્રે બબાલ થતી હતી આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલા વૃંદાવન મેદાનની ફરતે ખાણીપીણીની લારીઓવાળા ગેરકાયદે ઉભા રહેતા હતા. જેના કારણે મોટીસંખ્યમાં ગ્રાહકો આવતાં હતા. જે રોડ પર પાર્કિંગ કરી દેતા હોવાથી સાંકડો બની જતાં ચાલકોને હાલાકી વેઠવાનો વખત આવતો હતો. તેમજ સપ્તાહમાં એકાદ બે વખત રોડ પર વાહન હટાવવા માટે બબાલ થતી હતી.

Advertisement