આણંદના નાવલી ખાતે એન.સી.સી એકેડમીનું ઉદઘાટન મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે કરાશે
આણંદ, મંગળવાર:: . આગામી તારીખ ૨૫ જુલાઈ શનિવારના રોજ આણંદના નાવલી ખાતે એન.સી.સી એકેડમીનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ્હસ્તે કરાશે. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના પ્રોટોકોલ મુજબ કરવાની થતી કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન થાય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.ખાસ કરીને લાઇટ ,સ્ટેજ ,પીવાના પાણીની વ્યવસ્થા સહિતની બાબતોને આવરી લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, એનસીસી 4 બોયઝ ઇટાલિયન ગુજરાત ના લેફ્ટનન્ટ કર્નલ શ્રી ગણેશ, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.