Advertisement

આણંદના ગામડી ગામે રૂા. 1.86 કરોડના ખર્ચે 3 લાખ લીટર ક્ષમતા વાળી ટાંકી બનશે

આણંદના ગામડી ગામે રૂા. 1.86 કરોડના ખર્ચે 3 લાખ લીટર ક્ષમતા વાળી ટાંકી બનશે

આણંદ મનપા જોડયેલા ગામડી ગામમાં 7 દાયકા પહેલા માંડ4 હજારની વસ્તી હતી ત્યારે પંચાયત દ્વારા માત્ર 60 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી હતી. જો કે હાલમાં ગામડી ગામ સહિત આસપાસ બંધાયેલી નવી સોસાયટીઓને લઇને 3 હજારથી વધુ મિલકત ધારકો આવેલા છે. વર્ષોજૂની ટાંકી હોવાથી માત્ર 600 નળ કનેકશન ધારકોને પુરતા પ્રેસરથી પાણી મળતું હતું. જ્યારે 1500થી વધુ ઘરો પુરતા પ્રેશર થી પાણી પહોંચતું ન હતું. જેથી મનપા બન્યા બાદ પ્રાથમિક પાયાની જરૂરીયાતને ધ્યાને લઇને ગામડી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવાના હેતુથી મંગળવારના રોજ જૂની ટાંકી તોડી પાડી છે.તેની જગ્યાએ રૂ 1.86 કરોડના ખર્ચે 3 લાખ લીટરની ક્ષમતા વાળી પીવાની નવી ટાંકી બનાવાશે.

આણંદ શહેરમાં મનપા ગામડીનો સમાવેશ થતાં કમિશ્નરે મનપા જોડાયેલા ગામોની વસ્તીને ધ્યાને લઇને હાલ પડતી મુશ્કેલીઓમાં સામનો કરવો પડતો હોય તેવી સમસ્યાઓનો પહેલા હલ કરવાના નિર્ણય કર્યો છે. ત્યારે હાલમાં ગામડી વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી પુરતા ફોર્સથી મળતું ન હોવાથી બારે હાલાકી નગરજનો વેઠી રહ્યાં હતા. તેને ધ્યાને લઇને 7 દાયકા જૂની ટાંકી તોડી પાડીને તે જગ્યાએ 3 લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ ટાંકી બનાવવામાં આવશે. જે 25 હજાર લોકોને પીવાનું પાણી પુરી પાડી શકશે. જેથી કાયમી ધોરણે પાણીનો પ્રશ્ન હલ થઇ જશે. જેને લઇને નગરજનોમાં આનંદ વ્યાપી ગયો છે.

1500થી વધુ નળ ધારકોને પુરાતા ફોર્સથી પાણી મળશે

ગામડી ગામમાં વર્ષો જૂની ટાંકી તોડીને 3 લાખ લીટર નવી ટાંકી બનાવનાર છે. જેથી હાલમાં ગામડી ગામના 1500થી વધુ નળ કનેકશન ધારકો પુરતા પ્રેશર થી પીવાનું પાણી મળી રહેશે. તેમજ ગામમાં બીજી ટાંકીમાં બાકી નળ કનેકશન ધારકો પાણી મળશે .જેથી આ વિસ્તારમાં નવી બનેલી 300થી વધુ સોસાયટીઓને પીવાના પાણી મળી રહેશે.

Advertisement