આણંદના ખેડૂતોનો આભાર: રાજ્ય સરકારે આપ્યું અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ બદલ આણંદ જિલ્લાના ખેડૂતોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
આ રાહત પેકેજ હેઠળ, ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000ની સહાય મળશે. બોરસદ તાલુકાના ડભાસી ગામના ખેડૂત ઉદેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, અને સરકારે આ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વળતર પેટે આ પેકેજ જાહેર કર્યું છે.
આણંદના સિંગલાવ ગામના ખેડૂત રાજેશ પટેલે સરકારના આ પગલાને બિરદાવ્યું હતું. તેમણે ખાસ કરીને આ આપત્તિ સમયે ટૂંક સમયમાં પેકેજ જાહેર કરવા બદલ તેમજ આપત્તિ બાદ તુરંત જ સર્વેની કામગીરી હાથ ધરવા બદલ રાજ્ય સરકાર અને સર્વે ટીમોનો આભાર માન્યો હતો.
સિંગલાવ ગામના અન્ય એક ખેડૂત ગીબતસિંહ મહિડાએ જણાવ્યું કે, તેમની એક વિઘા જમીનમાં ભારે વરસાદને કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. તેમણે પણ સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજ બદલ આભારની લાગણી વ્યક્ત કરી. સિંગલાવના જ રમણ પટેલનો ડાંગરનો પાક પણ વરસાદથી નિષ્ફળ ગયો હતો, અને તેમણે સરકારના આશ્રય બદલ આભાર માન્યો.
આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત ગોપાલ પરમારે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વે માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી ખાતાના ગ્રામસેવક અને અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી, જેણે તેમના ખેતરે આવીને સર્વે કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ રકમ તેમને તાત્કાલિક સહાયરૂપ બનશે અને આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો આભાર માન્યો.
હાડગુડ જહાંગીરપુરાના વતની મહેશ જાદવે પણ સરકારના રાહત પેકેજ બાબતે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે તેમની 3 વિઘા જમીનમાં કરેલ ડાંગર ધોવાઈ ગઈ હતી, અને સર્વે બાદ જાહેર કરાયેલ ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોને મોટી રાહત અને ટેકો મળશે.
આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત અશોકગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે તેમના ડાંગર પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવીને ખેડૂતો માટે રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના કારણે અમને એક હેક્ટર દીઠ રૂપિયા 22,000 જેટલી રકમ મળશે. જે રકમ અમને ખરા સમયે મદદરૂપ બનશે.
આણંદ તાલુકાના નાપાડ તળપદ ગામના ખેડૂત અશોકગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે તેમના ડાંગર પાકને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવીને ખેડૂતો માટે રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના કારણે અમને એક હેક્ટર દીઠ રૂપિયા 22,000 જેટલી રકમ મળશે. જે રકમ અમને ખરા સમયે મદદરૂપ બનશે.