Advertisement

અમૂલ ડેરી ચૂંટણી: ભાજપે 4 જુના ઉમેદવારોને મંજૂરી આપી

અમૂલ ડેરી ચૂંટણી: ભાજપે 4 જુના ઉમેદવારોને મંજૂરી આપી

અમૂલ ડેરી ચૂંટણી: ભાજપે 4 જુના ઉમેદવારોને મંજૂરી આપી

અમુલ ડેરીના નિધામક મંડળની ચૂંટણીને લઈને ભાજપ અને વિપતી જૂથ દ્વારા ઉમેદવારોની પસંદગીની થઈને મંથન ચાલી રહ્યું છે. જો કે ગુરૂવાર સાંજે ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પોતાના વિસ્તારના 4 બ્લોકના ઉમેદવારો મેન્ડેટ ફાળવીને નામ જાહેર કર્યા હતા. આ ચાર બ્લોક ખેંચતાણ ન હોવાથી નામ જાહેર કરાયા છે. જેમાં પૂર્વ ડિરેકટરો રીપિટ કરવા આવ્યા છે. તો વળી એક બેઠક પૂર્વ ચેરમેનની પૌત્ર વધુ નું નામ જાહેર કરાયું છે.

ભાજપે અમૂલ કબ્જો જાળવી રાખવા માટે નો રીપીટ થિયેરી પડતી મુકીને જૂના જોગી પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે ચરોતરના 8 બ્લોકમાં એકથી વધુ નામ હોવાથી તેઓની યાદી 24મી સુધી જાહેર કરાય તેવી સંભાવના વર્તાઇ રહી છે. આણંદ જિલ્લાના ચાર બ્લોકમાં સૌથી વધુ ખેંચતાણ હોવાથી તેના નામ જાહેર કરવામાં મોવડી મંડળ મુંઝવણ અનુભવી રહ્યું છે. આગામી 23 અને 24મીના રોજ બીજો શનિવાર અને રવિવારની જાહેર રજા છે. જ્યારે 27મી તારીખે ગણેશ ચતુર્થીની રજા હોવાથી આ ત્રણ દિવસ ફોર્મ ભરી શકાશે નહીં. આગામી 25-26 અને28 ફોર્મ ભરી શકાશે.

કયાં બ્લોકમાં કોને મેન્ડેટ?

ઠાસરા-પ્રિયા કૃણાલસિહ પરમાર (મહિલા અનામત), બાલાસિનોર- રાજેશ પાઠક (વર્તમાન ડિરેક્ટર), નડિયાદ -વિપુલ પટેલ ( ચેરમેન), વિરપુર -શાભેસિંહ પરમાર (વર્તમાન ડિરેક્ટર)

Advertisement