Advertisement

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદના છેવાડે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આગના બનાવો યથાવત છે. આજે ચાંગોદર-સરખેજ-બાવળા હાઈવે પર આવેલી એક પાપડની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાંગોદર હાઈવે પર આવેલી 'અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ'ના યુનિટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે દૂર દૂર સુધી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને નિયંત્રિત કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભીડને નિયંત્રિત કરી હતી.

પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસ અને ફાયર ઓફિશિયલ્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement