અમદાવાદમાં ક્રેશ વિમાનના ઈન્શ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ પહોંચવાની શક્યતા
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના હાલ ભારતનો સૌથી મોટો અકસ્માત છે, જેમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માલહાનિ નોંધાઈ છે. એવામાં વીમાના ક્લેમની રકમ ઘણી વધારે હોય શકે છે. અનુમાન છે કે, આ રકમ 1500 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ભારતે 2009માં 1999ના મૉન્ટ્રિયલ સંમેલન પર હસ્તાક્ષર કર્યા છે, જેથી હવાઈ સંકટ અને નુકસાન માટે વીમાના ક્લેમ પર વિશેષ નિયમ લાગુ થશે. નોંધનીય છે કે, AI 171 વિમાન ગુરૂવારે (12 જૂન) મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થયું હતું અને વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત નિપજ્યા હતાં. જોકે, એક મુસાફર આ અકસ્માતમાં બચી ગયો હતો. અકસ્માતમાં કુલ 265 લોકોનો મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે.
કઈ વીમા કંપની સામેલ છે? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જે પ્રકારે નુકસાન થયું છે, તેના પર વીમા ક્લેમ પર આટલી રકમ કોઈ ચોંકાવનારી નથી. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વીમા સાથે જોડાયેલી અમુક મુખ્ય વાત જણાવવામાં આવી છે. જે અનુસાર એવિએશન પોલિસીનું નેતૃત્વ ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ કરે છે. જેને જીઆઈસી આરઈ, યુનાઇટેડ ઈન્ડિયા, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ જેવી સહ-વીમા કંપનીઓનો ટેકો છે. લગભગ 95 ટકા સિસ્ક માટે મોટી વૈશ્વિક કંપનીઓ પાસે રિઈન્શ્યોરન્સ છે. તેમાં એઆઈજી, એએક્સએ એક્સએલ અને લંડન તેમજ બરમૂડાના અન્ય રિઈન્શ્યોરન્સ કંપની સામેલ છે.
ઈન્શ્યોરન્સ માર્કેટ પર પણ અસરએર ઈન્ડિયા પોતાના કાફલાના હિસાબે એવિએશન કવર 8000-10000 કરોડ રૂપિયા છે. જેનું અંદાજિત વાર્ષિક પ્રીમિયમ આશરે 250 કરોડ રૂપિયા છે. અમદાવાદની આ ઘટના ઈન્શ્યોરન્સ માર્કેટ પર પણ અસર પડશે. હાલ ભારતમાં એવિએશન ઈન્શ્યોરન્સ માર્કેટ આશરે 900 કરોડ રૂપિયા છે. આગળ આ ઈન્શ્યોરન્સની રકમમાં વધારો થઈ શકે છે.