Advertisement

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સરદાર સ્મૃતિ યાત્રામાં સહભાગી બનશે

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સરદાર સ્મૃતિ યાત્રામાં સહભાગી બનશે

આણંદ,ગુરુવાર:: તા ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહેનાર છે. મંત્રીશ્રી સવારે ૯:૦૦ કલાકે બોરસદ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે.ત્યારબાદ સવારે ૯:૪૫ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીના સ્મૃતિ યાત્રામાં જોડાશે,ત્યાંથી કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાન ખાતેના પુષ્પાંજલી કાર્યક્રમમાં હાજરી આપશે.ત્યારબાદ પી.એમ.પટેલ કોલેજ ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement