Advertisement

GUJCET 2026 માટે ફોર્મ ભરવાની તારીખ લંબાઈ, હવે 6 જાન્યુઆરી સુધી તક

GUJCET 2026 માટે ફોર્મ ભરવાની તારીખ લંબાઈ, હવે 6 જાન્યુઆરી સુધી તક

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી - ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026 ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2025 જાહેર કરી હતી.

જોકે, હવે આ તારીખને એક અઠવાડિયા સુધી લંબાવી છે. હવે આગામી તારીખ 6 જાન્યુઆરી 2026 સુધીમાં વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 ભરીને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પેમેન્ટને લઈને ઊભી થયેલી મુશ્કેલીને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ન હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

Advertisement