Advertisement

CM દિલ્હીમાં: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક જલ્દી થશે?

CM દિલ્હીમાં: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક જલ્દી થશે?

CM દિલ્હીમાં: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક જલ્દી થશે?

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશની નિમણૂંકને લઈ કોકડું ગુંચવાયેલું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટે દિલ્હીની મુલાકાતે જનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી ત્રણ દિવસથી ગુજરાત બહાર છે. ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર મળી શકે છે.

ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. જે રાજકીય દૃષ્ટિકોણે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે.

બીજી તરફ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાલમાં દિલ્હીમાં હાજર હોવાની માહિતી છે. જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતની બહાર છે. જેથી સંગઠન સ્તરે કેટલાક મોટા ફેરફાર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ મુલાકાત અને બેઠકોના પગલે પક્ષના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની અટકળો વહેતી થવા પામી છે. આગામી ચૂંટણીની તૈયારીઓને લઈ સંગઠનમાં નવા ચહેરાને જવાબદારી સોંપવા માટે ચર્ચાઓ ચાલી રહી હોવાનું મનાય છે.

Advertisement