Advertisement

8 વર્ષથી આવાસો ખાલી, ફાળવણી વગર ધૂળ ખાતા મકાનો

8 વર્ષથી આવાસો ખાલી, ફાળવણી વગર ધૂળ ખાતા મકાનો

આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં આવેલ બસો ઉપરાંત આવાસ બાદ બોરિયાવી નજીક નદાણિયા ચરામાં જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ 500 ઉપરાંત આવાસ લાભાર્થીઓને નિયમાનુસા ર જે-તે લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી.નબળી તેમજ અધુરી કામગીરીને પગલે આવાસોના લાભાર્થીઓ અહી રહેવા માટે આવવાનું ટાળી રહ્યા છે. જેના કારણે અસમાજીક તત્વો ના અડ્ડા બની રહ્યાનું જાણવા મળેલ છે. સ્થાનીક રહીશના જણાવ્યા મુજબ છેલ્લા 8 વર્ષથી આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. સાથે સાથે અહીંયા પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.

તદ્ઉપરાંત રાત્રીના સમયે અહીંયા અસામાજીક તત્વો દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરી બુમ બરાડા પાડી દહેશત ફેલાવવામાં આવતાં સ્થાનીક મહીલાઓમાં રાત્રીના સમયે ભારે દહેશત સાથે જીવવું પડી રહ્યું હોવાની સ્થાનીક મહીલાઓ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે.વર્ષ 2024ના લોકસભા જંગ પૂર્વ વિકસિત ભારત યાત્રા દરમ્યાન છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે અને લાભ મળે તેવા આયોજન હાથ ધરાયા હતા છતાં આણંદ સલાટીયા વિસ્તાર હોય કે બોરિયાવી નજીક ચરા વિસ્તારમાં આવેલ આવાસ ફાળવણી કરવામાં સ્થાનિક તંત્ર બોદું પુરવાર થઇ રહ્યાની લાગણી વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળેલ છે.

8 વર્ષમાં વપરાયા વિના જ લીકેજ સહિતની સમસ્યા શરૂ

બોરીઆવી ગામથી 3 કિમી દૂર સામરખા સીમાં નદાણિયા છરામાં આવાસ બનાવ્યા છે. પરંતુ નબળી અને અધુરી કામગીરીના પગલે ધૂળ ખાતી હાલતમાં પડ્યાં છે. દરેક આવાસોમાં વીજ સુવિધા અંતર્ગત મીટરો પણ ફાળવી આપવામાં આવ્યાં છે. પરંતુ આવાસો ઉપર મુકવામાં આવેલ પાણીની ટાંકીઓ લીકેજ થતાં આવાસોના ધાબા સહીત લોકોના મીટરો ઉપર પાણીના રેલા ઉતરતાં સ્થાનીકોમાં ગંભીર અકસ્માત થવાની દહેશત ફેલાઈ છે. તદ્ઉપરાંત મોટાભાગના ખાલી આવાસોમાંથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા આવાસોના દરવાજા તથા બારીઓના કાચ તોડી નાંખ્યા છે. જેથી કોઇ લાભાર્થી રહેવા માટે જવા તૈયાર નથી.

Advertisement