Advertisement

​મેઘરાજાની અણધારી એન્ટ્રી: સુરત-પંચમહાલ ભીંજાયા.

​મેઘરાજાની અણધારી એન્ટ્રી: સુરત-પંચમહાલ ભીંજાયા.

ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું


માત્ર ગોધરા જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો હતો, જેના લીધે સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.


સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો


સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.


હવામાન વિભાગની વિભાગની આગાહી


હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. 

Advertisement