હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળની ભવ્ય ઉજવણી—આવતીકાલે આણંદમાં પરેડ
આણંદ, શુક્રવાર:: આવતી કાલે ૬ ઠ્ઠી ડીસેમ્બર, શનિવારના રોજ હોમગાર્ડઝ તથા નાગરીક સંરક્ષણ દળનો સ્થાપના દિવસ છે. જે અંતર્ગત હોમગાર્ડઝ અને નાગરીક સંરક્ષણ દળ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ આણંદ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે રાજ્યકક્ષાની સેરીમોનીયલ પરેડ યોજી ઉમળકાભેર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ વિષેશ કાર્યક્રમ ડાયરેક્ટર જનરલ નાગરીક સંરક્ષણ તથા કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ શ્રી પિયૂષ પટેલની અધ્યક્ષતામાં યોજાનાર છે અને આ પ્રસંગે હોમગાર્ડઝ તથા નાગરીક સંરક્ષણના સભ્યોને પ્રોત્સાહિત કરી બીરદાવવાના છે. જેથી સમાજમાં હોમગાર્ડઝ તથા નાગરીક સંરક્ષણમાં લોકો ખુબ ઉમળકાભેર જોડાઈ માનદ સેવાઓ આપવા પ્રેરાય.આ સેરીમોનીયલ પરેડમાં જિલ્લા અમદાવાદ શહેર પૂર્વ/પશ્ચિમ), આણંદ, ખેડા-નડીયાદ, નાગરીક સંરક્ષણના એક-એક પ્લાટુન તથા મહિલા હોમગાર્ડઝ સભ્યોના બે પ્લાટુન ભાગ લેનાર છે.આ કાર્યક્રમમાં હોમગાર્ડઝ દળના અમદાવાદ શહેર(પૂર્વ) જિલ્લાના મહિલા હોમગાર્ડઝ સભ્યો.
અમદાવાદ શહેર(પશ્ચિમ) જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો તથા ડાંગ-આહવા જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો દ્વારા એક-એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવાના છે.આ કાર્યક્રમમાં હોમગાર્ડઝ સભ્યો /એન.સી.ઓ /અધિકારીશ્રીઓ, નાગરીક સંરક્ષણના વોલેન્ટીયર્સ/ અધિકારીઓને માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રીશ્રીનાઓ દ્વારા નોમીનેટ કરાયેલાઓને પદક/મેડલ તેમજ ડી.જી ડીસ્ક એવોર્ડ વિજેતાઓને એનાયત કરવામાં આવનાર છે.હોમગાર્ડઝ દળના જવાનો હમેશા પોલીસના પૂરક બળ તરીકે સંકલનમાં રહી તેમની સાથે ખભે-ખભો મિલાવી કરજો બજાવે છે. આમ હોમગાર્ડના નિષ્કામ સેવા અને નાગરીક સંરક્ષણના - સર્વ ભૂત હિતે રતઃ "ના સુત્રોને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.