ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમિ ફાઈનલમાં અક્ષર પટેલે શાનદાર ફિલ્ડિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મેચની 13.6 ઓવરમાં અર્શદીપ સિંહની બોલિંગમાં વિલ જેક્સે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઉન્ડ્રી લાઈન પાસે અક્ષર પટેલે અદભૂત પ્રયત્ન કરીને કેચ પકડ્યો. સંતુલન બગડતા તેણે તરત જ બોલ હવામાં ઉછાળી શિવમ દુબે તરફ ફેંક્યો, જ્યાં દુબેએ કેચ પૂર્ણ કરીને વિલ જેક્સને પેવેલિયન મોકલ્યો.
વિલ જેક્સે 20 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે માત્ર આ જ નહીં પરંતુ ફિલ સોલ્ટ અને હેરી બ્રુકના કેચ લઈને પણ ટીમ ઈન્ડિયાને મહત્વની સફળતા અપાવી હતી. તેની આ શાનદાર ફિલ્ડિંગને સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ભારે પ્રશંસા મળી રહી છે.