સોજીત્રા–તારાપુરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાયનું વિતરણ
સોજીત્રા અને તારાપુર તાલુકાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 113 દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ. 11.68 લાખના ખર્ચે વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન સોજીત્રાના ફુનિબા પુસ્તકાલય હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
બી.આર.સી. ભવન સોજીત્રા દ્વારા સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી. યુનિટ ગાંધીનગર અને એલીમ્કો સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. કુલ 207 જેટલા વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું. સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સોજીત્રા શહેર અને તાલુકા સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્ય, વિવિધ સંસ્થાના આગેવાનો, પૂર્વ સંગઠન પ્રમુખો, તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા અને તાલુકા આઈ.ઈ.ડી. શાખાના કોર્ડીનેટર, દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.