Advertisement

સીએમ ભુપેન્દ્ર પટેલ 30 જાન્યુઆરીએ ખંભાત મુલાકાતે, ₹181 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

સીએમ ભુપેન્દ્ર પટેલ 30 જાન્યુઆરીએ ખંભાત મુલાકાતે, ₹181 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

ખંભાતમાં આગામી 30 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કુલ 181 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.


મુખ્યમંત્રીના હસ્તે ખંભાત વિધાનસભાના અંદાજિત 132 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને 49 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. આ પ્રોજેક્ટ્સમાં ખંભાત શહેરમાં વર્ષોથી પ્રશ્ન રહેલી મીઠા પાણીની યોજના, ગટર, કાંસ અને રોડ-રસ્તાના કામોનો સમાવેશ થાય છે.



મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને લઈને આણંદ જિલ્લા ભાજપ સંગઠન અને ખંભાત વિધાનસભાની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ આયોજન અને વ્યવસ્થાપન માટે બેઠક યોજાઈ હતી, જેમાં સભા સ્થળ, સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે આ કાર્યક્રમમાં ખંભાત વિધાનસભાના તમામ જાહેર જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 30 જાન્યુઆરીનો દિવસ ખંભાત અને આસપાસના ગામોના લોકો માટે મહત્વપૂર્ણ છે.


Advertisement