સરપંચનો સોશીયલ સ્ટાઈલ: રીલ, સંદેશો અને વિકાસના વાયદા
આણંદ જિલ્લા 159 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાન આડે હવે ત્રણ દિવસ રહ્યાં છે. ત્યારે પહેલીવાર ઉમેદવારો રૂા.10થી 15 હજારના ખર્ચે રીલ બનાવડાવી સોશિયલ મીડિયા થકી પ્રચાર કરી રહ્યા છે. હાલમાં સારો વરસાદ થયો હોવાથી લોકો ચોમાસુ પાકની વાવણીમાં જોતરાતા દિવસે ગામમાં કોઇ મળતી નથી. જથી રાત્રિના સમયે ઘેર ઘેર ફરીને મતદારને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરેક વોર્ડમાં રાત પડતાં ભજીયા પાર્ટી સાથે મીટીંગો થતી જોવા મળી છે.
આણંદ તાલુકાના વાસદ, નાવલી, અરજપુરા, મોગર , ગાના, નાવલી સહિતના ગામો રાત પડતાં જ દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળે છે. મોટાભાગના વોર્ડમાં ખુલ્લા મેદાનમાં હેલોજન લગાવીને રાત્રિના 1 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણી ભજીયા સહિત વિવિધ નાસ્તાઓ ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં રસોઇયાની માગ વધી ગઇ છે.
હાલમાં ચોમાસપાકની રોપણી હોવાથી દિવસે ગામડાઓ કોઇ મળતું નથી. જેથી રાત્રિના સમયે ચૂંટણી માહોલ જોવા મળે છે. કેટલાંક ઉમેદવારો દ્વારા સ્લીપની સાથે ચવાણાં પેકટ આપતાં જોવા મળી રહ્યાં છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પહેલી વખતે સોશિયલ મીડિયા થકી ચૂંટણી પ્રચાર ધૂમ થઇ રહ્યો છે. હાલમાં ગામે ગામ મોટાભાગના ઉમેદવારો દ્વારા મતદાન પોતાની તરફેણ કરવા માટે વિવિધ કામો કરવાની ખાતરી આપતી રીલ બનાવીને સોશિયલ મીડિયા પર ફરતી કરી છે. જેને લઇને ગામના વોટસઅપ ગૃપ હાલ સૌથી વધુ સક્રિય છે.
રીલમાં કામો પૂરા કરવાના વચનોની ભરમાર
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વખતે સોશિયલ મીડિયા પર ધૂમ પ્રચાર થઇ રહ્યો છે. ગામના સરપંચ પદના ઉમેવદારો 15 હજાર ઉપરાંતના ખર્ચે રીલો બનાવીને ગામના એકટીવ સોશિયલ મીડિયા ગૃપ અને વોટસઅપ ગ્રૃપમાં ફરતી કરીને અનોખો પ્રચાર કરી રહ્યાં છે. જેમાં ગામના સદભાગી નાગરિકોને નમસ્કાર,આવી રહી ગામના વિકાસની નવી આશા , નવા યુગની નવી ઉર્જા સાથે ગામના વિકાસના કામો ખાતરી આપતાં વચનો રીલ મારફતે ફરતાં કર્યા છે. ગામે ગામ સોશિયલ મીડિયા હાલતો પંચાયતના પ્રચારની રીલો ફરતી થઇ છે.
પંચાયત સ્તરની ચૂંટણીમાં સંબંધોનું વધુ મહત્વ
ગ્રામ પંચાયતોની ચૂંટણી બે આંખ સરમે મતદાન થતું હોય છે. નાનકુંડ ગામ હોવાથી કુડુંબના છેડા કે સગાસંબંધીના છેડા અડતા હોય છે. જેને લઇને મોટાભાગના સંબંધોને ધ્યાને લઇને મતદાન થાય છે. કેટલાંક ગામો જ્ઞાતિનું પ્રભુત્વ વધારે હોય તો તેના જોર મતદાન થાય છે. સંબંધોની દુહાઇ આપીને ઉમેદવારો મતદાન કરાવે છે. વોર્ડમાં કેટલાંક ફળિયામાં એક કુંડુંબના ઘરો હોવાથી સંબંધના જોર મતદાન થાય છે. આવા ગામોમાં કોઇ પ્રલોભન કામ લાગતાં નથી