Advertisement

સંદેશર ગામ રોડ, ગટર સહિત પાયાની સુવિધા સજ્જ

સંદેશર ગામ રોડ, ગટર સહિત પાયાની સુવિધા સજ્જ

આણંદ તાલુકાના સંદશેર ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે. ગામમાં પાટીદાર, પરમાર, સોલંકી, ગરાસિયા, પ્રજાપતિ, વાલ્મિકી, વાળંદ સહિત ખ્રિસ્તી સમાજના લોકો હળીમળીને ગામના વિકાસના કાર્યો સહયોગ આપી રહ્યાં છે. ગામના 70 ટકા લોકો ખેતી અને પશુપાલન વ્યવસ્યા સાથે જોડાયેલા છે. સંત પ્રતિમદાસ સ્વામીના સેવાકાર્યો સુવાસ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફેલાય છે.

સંત અને કવિ પ્રતિમદાસ સ્વામી ગામે ગામ સમસ્યા નિવારીને લોકોને જીવનનવો રાહ ચિંધ્યો હતો. તે ગામ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગામના આગેવાના હિતુલ પટેલ અને સરપંચ નિતિનભાઇ પટેલના પ્રયત્નો થકી ગામમાં તમામ પાયાની સુવિધા ઉપલબ્ધ છે. સંદેશર ગામમાં પ્રિતમદાસ સ્વામીનું મંદિર , હનુમાનજી મંદિર, મેલડી માતાના મંદિર સહિત નાના મોટા મંદિરો આવેલા છે.

ગામમાં બાળકોને અભ્યાસ કરવા માટે એક પ્રાથમિક શાળા અને માધ્મિયક શાળા આવેલી છે.ગામની બંને ભાગોળે વિશાળ પ્રવેશદ્વારા આવેલા છે. ગામના સરપંચ અને પંચાયતના સભ્યો દ્વારા ગામના મહિલાઓને પગભર કરવા માટે સખી મંડળ થકી વિવિધ સેવાકિય કાર્ય કરવામાં આવે છે. ગામમાં તમામ વિસ્તારમાં પેવર બ્લોક, મેટલ રોડ , ડામર રોડ અને આરસીસી રોડ થી સજ્જ છે.

ગામના પીવાના પાણી તમામ વિસ્તારમાં પુરતા ફોર્ષથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગામનો લોકો નાના મોટા વેપાર ધંધા કરીને રોજીરોટી મેળવી રહ્યાં છે. ગામના યુવાન ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશ સ્થાઇ થયા છે.

સરકારી વિવિધ યોજનાઓ અને દાતાઓના સહયોગથી તમામ સુવિધા ઉપલબ્ધ

ગામમાં ગટર સહિત સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ગામને ડસ્ટ મુકત બનાવવા માટે તમામ ફળિયા અને શેરીઓમાં બ્લોક પેવીંગતી સજ્જ કરવામાં આવી છે. તેમજ ગામના તમામ માર્ગો સ્ટ્રીટલાઇટો ની વ્યવસ્થા છે. ગ્રામ પંચાયત દ્વારા સરકારની જુદી જુદી યોજના હેઠળ ગામના તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરાં વિસ્તાર જોડતા તમામ રસ્તા પાકા બનાવવામાં આવ્યાં છે.

બાકી રહેલા વિકાસના કામો પૂરા કરાશે ​​​​​​​

છેવાડા વિસ્તારો અને પરાં વિસ્તારમાં બ્લોકપેવીગ સહિત કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. તેમજ પરા વિસ્તારને જોડતા માર્ગોનું નવીનકરણ કરાશે.સાથે સાથે ગામના લોકોને ગામમાં રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવશે.

Advertisement