શ્રી કષ્ટભંનજનદેવને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર એવં કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો
સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવને જરદોશી વર્કવાળા વાઘા સાથે ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર એવં કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો છે, ભકતોનું આજે વહેલી સવારથી ઘોડાપૂર ઉમટયું છે અને દાદાનું પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠયું છે.
શ્રીકષ્ટભંજનદેવને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે તા.28-06-2025ના રોજ શ્રીકષ્ટભંજનદેવને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. ઓર્કિડના ફુલોનો શણગાર સાથે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં મંગળા આરતી સવારે 05:30 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ કેળાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ આ અનેરા દર્શન-મહાપ્રસાદનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.