Advertisement

શિવરાત્રીની શોભાયાત્રા અને રમજાન માસ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા બેઠક યોજાઈ

શિવરાત્રીની શોભાયાત્રા અને રમજાન માસ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા બેઠક યોજાઈ

બોરસદ શહેર પોલીસ સ્ટેશન ખાતે આગામી મહાશિવરાત્રી નિમિત્તે યોજાનારી “શિવજી કી સવારી” યાત્રા તથા પવિત્ર રમજાન માસ શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુસર બંને સમુદાયોના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ વાર્તાલાપ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


બેઠક દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે, તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહે તેમજ કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજને અવકાશ ન મળે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. યાત્રા અને રમજાન દરમિયાન પરસ્પર સહકાર, સમન્વય અને સહિષ્ણુતા રાખવા સર્વસંમતિથી અપીલ કરવામાં આવી.


બંને સમુદાયોના આગેવાનોએ તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શાંતિ સમિતિના સભ્યો દ્વારા તહેવારો દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા તેમજ યુવાનોને શાંતિ જાળવવા માટે પ્રેરિત કરવાની વાત પણ રાખવામાં આવી.


અંતે સૌએ એકમતથી શહેરમાં કોમી એખલાસ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Advertisement