Advertisement

શાળા કે તળાવ? બાળવિદ્યાર્થીઓએ ઢોલ-નગારાથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

શાળા કે તળાવ? બાળવિદ્યાર્થીઓએ ઢોલ-નગારાથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

શાળા કે તળાવ? બાળવિદ્યાર્થીઓએ ઢોલ-નગારાથી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

તારાપુર તાલુકાના સાંઠ ગામની પ્રાથમિક શાળામાં પાણીનો કોઈ નિકાલ નહીં હોવાથી વિદ્યાર્થી-શિક્ષકોને પાણી ડહોળીને જવું પડે છે. છેલ્લાં 20 વર્ષથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. શાળાના બાળકોએ પડતી મુશ્કેલી અંગે ઢોલ નગારા વગાડી દેખાવો કર્યા હતા.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર રાજ્યમાં યોગ દિવસ નિમિત્તે શનિવારે યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સાંઠ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ યોગ દિવસ કેવી રીતે ઉજવવો તેની વિમાસણમાં છે. શાળા સંકુલમાં બે ઓરડામા ખીચોખીચ ભરેલા બાળકો છે જેઓને આવનારા દિવસોમા યોગ દિવસ ઉજવવો છે પરંતુ હાલ તેઓની શાળામા પાણી ભરાઈ જવાથી આ નાના ભૂલકાંઓના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. છેલ્લાં 20 વર્ષથી તારાપુર તાલુકાની સાંઠ ગામની આ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી અને તેનો નિકાલ નહીં થવાથી હવે બાળકો અને શિક્ષકો કંટાળી ગયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે નહીં તેવા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ચોમાસા દરમિયાન આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા પણ અચકાય છે. આ શાળામાં કુલ 210 વિદ્યાર્થીઓની સંખ્યા છે, પરંતુ હાલ સ્કૂલે માત્ર 100 વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાના કારણે સ્કૂલના કેટલાક ઓરડા જર્જરિત થઈ ગયા છે. જે ઓરડા ચોમાસા પહેલા જ પૂર્વ આયોજન વિના તોડી પડાયા અને હવે સમસ્યા એટલી વકરી છે કે આ 210 વિદ્યાર્થીઓને બેસવા માટે માત્ર બે જ વર્ગખંડ છે. ત્યારે વેળાસર પાણી નિકાલ અને ઓરડાની મરામતની કામગીરી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

ચૂંટણી બુથ છે, પણ મતદાન કરવા લોકો આવશે કે કેમ એ પ્રશ્ન ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાની છે જેમાં આ સ્કૂલમાં વર્ષોથી ચૂંટણી બૂથ ચાલી રહ્યું છે. પરંતુ હવે સ્કૂલની આ દયનીય હાલત જોઈને ચૂંટણી અધિકારીઓ સહિતનું તંત્ર પોતે પણ મૂંઝવણમાં છે કે પાણી ભરાઈ રહેલી આ શાળામાં ચૂંટણી દરમિયાન મતદારો મતદાન કરવા આવશે કે કેમ ? ઉલ્લેખનીય છે કે આ જ ગામના ઉમેદવાર સોજિત્રામાં 10 વર્ષ સુધી ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે. પણ તાલુકાના વિકાસની વાત તો એક તરફ રહી, પરંતુ આ પ્રાથમિક શાળાનો આ વિકટ પ્રશ્ન તેઓ હલ કરી શક્યા નથી.

Advertisement