વિદ્યાનગર: આણંદના શૈક્ષણિક હબ ગણાતા વિદ્યાનગરમાં નશાખોર કારચાલકોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. વિદ્યાનગરના મહેશ્વરી પેલેસ પાસે આજે એક નશામાં ધૂત કારચાલકે બેફામ ગતિએ પોતાની કાર હંકારી ત્રણ જેટલા વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે.
વિધાનગરમાં પીધેલાઓ બેફામ!! મહેશ્વરી પેલેસ પાસે નશાથી ચીક્કાર યુવકે 3 વાહનો અડફેટે લીધા!!