Advertisement

વાસદ ITI મા શિક્ષકનો ત્રાસ: વિદ્યાર્થીઓ પર અત્યાચારનો આક્ષેપ, વાલીઓનો હલ્લાબોલ

વાસદ ITI મા શિક્ષકનો ત્રાસ: વિદ્યાર્થીઓ પર અત્યાચારનો આક્ષેપ, વાલીઓનો હલ્લાબોલ

વાસદ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઇટીઆઇમાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા શારીરિક સજા કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ સંસ્થામાં તંગદિલી સર્જાઈ છે. અંકિત વઘડીયા નામના શિક્ષક પર વિદ્યાર્થીઓને ગૃહકાર્ય ન લાવવા બદલ ફૂટપટ્ટી અને લાફા મારવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વારંવાર માર મારવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠતા, વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મામલે વાલીઓને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાને વાલીઓએ આઇટીઆઇમાં હલ્લાબોલ કરીને શિક્ષક સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બાળકોને શારીરિક સજા કરવામાં આવી હોવાની જાણ થતાં, વાલીઓ વાસદ આઇટીઆઇ ખાતે દોડી આવ્યા હતા અને સંસ્થાના વહીવટીતંત્ર સામે જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ સ્પષ્ટ માંગ કરી હતી કે વિદ્યાર્થીઓ પ્રત્યે આવી ક્રૂરતા દાખવનાર શિક્ષક અંકિત વઘડીયા સામે તત્કાળ અને કાયદાકીય ધોરણે કડક પગલાં લેવામાં આવે. વાલીઓના આક્રોશને જોતાં, સંસ્થાના પ્રશાસને સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આક્ષેપોની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક સજા કરવા પરના પ્રતિબંધના નિયમોનું પાલન કેટલું થાય છે તે અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Advertisement