Advertisement

વાસદ બસ સ્ટેશન: ધીમી ગતિથી રસ્તા કામ પર સ્થાનિકોનું રોષ

વાસદ બસ સ્ટેશન: ધીમી ગતિથી રસ્તા કામ પર સ્થાનિકોનું રોષ

વાસદ ચોકડી પાસે બ્રિજ નીચેથી બસ સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા આ માર્ગના નવીનીકરણ માટે ખોદકામ કરીને તેને તોડી તો નાખવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામની ગતિ અત્યંત ધીમી રાખવામાં આવતા સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગનું કામ કાચબા ગતિએ ચાલતું હોવાને કારણે વાસદ ચોકડી પર દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે.

વધુમાં આ જ માર્ગ પર ગટર લાઇન નાખવાની કામગીરી પણ લાંબા સમયથી ચાલી રહી છે. ગટર અને રસ્તાનું કામ એકસાથે ખોરંભે પડતા રસ્તો સાંકડો બની ગયો છે, જેને પરિણામે વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ચોકડીથી બસ સ્ટેશન સુધી પહોંચવામાં પણ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપીને આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે.

Advertisement