રાસમાં ડોર ટુ ડોરની વાનમાં આગ લાગી,ચાલક અને મજૂરોનો બચાવ
બોરસદ તાલુકાના રાસ ગ્રામ પંચાયતમાં 10 વર્ષ અગાઉ સાંસદ સભ્યની ગ્રાન્ટમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાંથી કચરો એકત્ર કરવા માટે વાન ફાળવવામાં આવી હતી. ડોર ટુ ડોર કચરો લઇને જતી વાનમાં કોઇ કારણસર અચાનકજ આગ ભભૂકી ઉઠી હતી. જેથી ચાલક અને મજૂરો ઉતરી ગયા હતા. ચાલુ વાને આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી.
સ્થાનિક લોકો પાણીનો મારો કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કચરો હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બોરસદ ફાયર બ્રિગેડે બોલાવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના રાસ ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ નિર્મળ બનાવવા માટે દૈનિક ડોર ડુ ડોર કચરો એકત્ર કરવા માટે કચરા વાન ફેરવવામાં આવે છે.
રોજની જેમ ગામમાંથી કચરો ઉઘરાવીને ઢાલવવા જઇ રહેલી કચરાં વાન અચાનકજ આગ કોઇ કારણસર ભભૂકી ઉઠી હતી. જો કે ચાલક અને મજૂરો આગ લાગતા નીચે ઉતરી ગયા હોવાથી જાનહાનિ ટળી હતી. કોઇએ બોરસદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં દોડી આવ્યા હતા. પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી. ત્યાં સુધી વાન બળી જતાં પંચાયતને ભારે નુકશાન થયું છે