ગુજરાત સરકારે રાજ્યના 18 જેટલા ચીફ ઓફિસરોની બદલીના આદેશો કર્યા છે.ત્યારે બદલીઓમાં ખંભાત નગર પાલિકામાં ઈન ચાર્જ તરીકે પેટલાદ ચીફ ઓફિસરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.આખરે જગ્યા ખાલી પડતી હોય ચકલાસીની ચીફ ઓફિસરની બદલી ખંભાત નગર પાલિકામાં કાયમી ધોરણે કરવામાં આવી છે.
સરકારના શહેરી વિકાસ,શહેરી ગૃહનિર્માણ વિભાગે વિવિધ નગર પાલિકાઓમાં કાર્યરત ચીફ ઓફિસરોની બદલીનો હુકમ બહાર પાડ્યો છે.ત્યારે આદેશ મુજબ કુલ 18 ચીફ ઓફિસરોને હાલની નગરપાલિકામાંથી બદલી કરીને નવી નગરપાલિકા નિયુક્તિ આપવામાં આવી છે.જે બદલી કરાયેલા ચીફ ઓફિસરોને તરત જ નવા સ્થાને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.ખંભાત નગર પાલિકામાં ધણાં સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડતી હોય પેટલાદ ચીફ ઓફિસરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.જો કે ચકલાસી નગર પાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર વિશાલ પટેલને ખંભાત નગર પાલિકામાં બદલી કરવામાં આવેલ છે.જેના પગલે ખંભાત નગરજનોને કાયમી ચીફ ઓફિસર મળતા વિકાસના કામગીરીઓને વેગ મળી રહેશે.બદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.