Advertisement

રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટમાં આજે નવી કોર્ટ બિલ્ડિંગને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં અને કાનૂની વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી બાદ તાત્કાલિક અસરથી સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ થતો હતો. કોર્ટ બિલ્ડિંગના દરેક ખૂણે-ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે.

પ્રાથમિક તપાસમાં ધમકી આપનાર વ્યક્તિ અંગેની માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ફોન કોલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોની સુરક્ષા અને આવા ધમકીભર્યા ફોન કોલ્સને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

Advertisement