Advertisement

યુદ્ધના ડર વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ

યુદ્ધના ડર વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. એર સ્પેસ બંધ થવાના કારણે દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાઈ ગયા હતા.


આ પરિસ્થિતિમાં ભારત સરકારે વિશેષ વ્યવસ્થા કરી ફસાયેલા મુસાફરોને વતન પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આજે વહેલી સવારે ખાસ ફ્લાઈટ દ્વારા લગભગ 170 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત પહોંચ્યા હતા.


વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તથા મિસાઈલના ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ અને સુવિધાઓ બદલ મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો હતો.


વતન પરત ફરતાં મુસાફરો અને તેમના પરિજનો વચ્ચે એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે એક દિવસ અગાઉ 210 મુસાફરો સાથે પણ એક ફ્લાઈટ અમદાવાદ આવી પહોંચી હતી.

Advertisement