Advertisement

મોગરીના ઉદ્યોગપતિએ કન્યાદાનમાં ગાય ભેટ આપી, હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

મોગરીના ઉદ્યોગપતિએ કન્યાદાનમાં ગાય ભેટ આપી, હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

ચરોતરના એનઆરઆઈ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અલ્પેશભાઈ પટેલ દ્વારા દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાન સમયે વૈદિક પરંપરા અનુસાર જીવિત ગીર ગાયનું દાન આપવું એ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર પરંપરાના જતન અને સંવર્ધનના ઊંડા મૂલ્યોનું પ્રતિક છે.

વળી આ પ્રસંગે દીકરી દ્વારા તે ગાયને કોઈ આદિવાસી જરૂરિયાતમંદ પરિવારને ભેટ આપવી એ સંસ્કારોથી મળેલી માનવતાની સુંદર અભિવ્યક્તિ છે. ચરોતરવાસીઓ આ નવીન પહેલને પ્રેરણાદાયી ગણાવીને વધાવી છે વિશેષ બાબત એ છે કે આ દાન માત્ર ઔપચારિક વિધિ પૂરતું સીમિત રહ્યું નહીં.

અલ્પેશભાઈની દીકરીના લગ્ન લંડન મુકામે થયા હોવા છતાં, તેણીએ આ ગાયને કોઈ વૈભવી પ્રદર્શનનો વિષય બનાવવાને બદલે, જરૂરિયાતમંદ આદિવાસી પરિવારને ભેટ આપી, સાચા અર્થમાં દાનની પરિપૂર્ણતા સાબિત કરી. આ એક નાનું કાર્ય લાગતું હોવા છતાં, તેના દ્વારા માનવતા અને સંવેદનાનો વિશાળ સંદેશ સમાજ સુધી પહોંચ્યો.

આદિવાસી પરિવાર માટે ગાય જીવનનિર્વાહ, પોષણ અને સ્વાભિમાનનું સાધન બની, જે દાનની સાચી સાર્થકતા દર્શાવે છે.આ કાર્ય દ્વારા એક ઊંડો સંદેશ આપવામાં આવ્યો કે દાનનો અર્થ સંગ્રહ નહીં, પરંતુ ત્યાગ અને સંવેદના છે.

આવા ગ્રામીણ જનજાતિ ક્ષેત્રમાં રહેતા પરિવારને સોનગઢથી અહીંયા બોલાવવામાં આવ્યો અને અલ્પેશભાઈ એ કહ્યું છે કે ગૌમાતાનું અમે દાન કરીશું એટલું જ નહીં, પરંતુ એ ગૌમાતાના પાલનમાં એમને કોઈપણ મુશ્કેલી હશે તો પણ અમે એમની સાથે ઉભા રહીશું. અમે તો એમનો બહુ મોટો સંદેશ છે હિન્દુ ધર્મ માટે, આપણી ભારતીય સંસ્કૃતિ માટે, સનાતન સંસ્કૃતિ માટે. ગાય બચશે તો ભારત બચશે, અને ભારત બચશે તો વિશ્વ બચશે.

આ અંગે અહીં લગ્ન પ્રસંગે ઉપસ્થિત ગુરુ પ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અને સમગ્ર પરિવાર વર્ષોથી ધર્મની જાગૃતિ માટે અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યું છે.

આજે દીકરીના લગ્નના પ્રસંગે સમગ્ર હિન્દુ સમાજને, પટેલ સમાજને એક સુંદર પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે કે દીકરીને સુંદર એક ખરેખર જરૂરિયાત વ્યક્તિઓ છે એવા આદિવાસી પરિવારને એક ગાયની ભેટ આપીને, કે જેમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે એવી ભેટ આપીને એક સુંદર સંદેશ આપવા માટેનો અલ્પેશભાઈ અને સમગ્ર પરિવારે આ સેવા-ભક્તિ કરી એ ખૂબ સરાહનીય છે.

Advertisement