સુરતના ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો છે. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ અગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા (ગડર સાથેના સપોર્ટ) ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસને ખાલી કરવાની ફરજ પડી છે.
સુરત મેટ્રોના કામ દરમિયાન ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે આસપાસની ઇમારતોને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી. આ અંગે મેટ્રો અધિકારીઓએ તાત્કાલિક આગમચેતીના પગલાં લીધા અને ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે. આ ટેકા બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવ્યા છે, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું છે.