મનપાનો એક્શન મોડ: સરકારી જમીન પરના દબાણ હટાવાશે
આણંદ શહેરના સ્ટેશન વિસ્તારમાં પથિક આશ્ર્રમ, રાજા રણછોડરાય માર્કેટ, ટુંકી ગલી થી લઇને રેલ્વે ગોદી મહાત્મા ગાંધી સુધીના વિસ્તારમાં મનપા દ્વારા સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણ દૂર કરવા માટે ડ્રોન કેમેરાથી સર્વે હાથ ધર્યો હતો. જેમાં 8 જગ્યાએ દબાણો જણાયા હતા. હવે સરકારી પડતર જમીનમાં ઉભી થયેલ દુકાનો સહિત બાંધકામ દૂર કરાશે. તેમજ પથિકાશ્ર્રમ વાળી જગ્યામાં કોમર્શિયલ સંકુલ ઉભું કરવા માટે મનપાએ કવાયત હાથ ધરી છે.
શહેરના હાર્દસમા વિસ્તાર સ્ટેશન વિસ્તારમાં સુપરમાર્કેટ હોય કે ટુંકી ગલી કે રાજા રણછોડ માર્કેટ કે સરકારી કચેરી જે સ્થળ મનપા હસ્તકની છે.પરંતુ આ જમીનમાં પાલિકાના શાસમન દરમિયાન શાસકોએ જમીન લ્હાણી કરી હતી.જેના કારણે ગેરકાયદે દુકાનો અને બાંધકામ થઇ ગયા છે. આગામી દિવસોમાં પથિકઆશ્ર્રમ વાળી જગ્યાએ પ્રવાસીઓ માટે બોર્ડીગ ની સુવિધા તથા કોમર્શિયલ સંકુલ બનાવવા મનપાએ કવાયત હાથ ધરી છે.
રસ્તા પહોળા કરાશે, પ્રવાસીઓ માટે બોર્ડીગની સુવિધા ઉભી કરાશે કરસમદ આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હુતં કે શહેરના માર્ગો પહોળા કરવાની સાથે જનતાને સુવિધા મળી રહે તે હેતુથી મનપા હસ્તક કોઇ પણ વિસ્તારમાં આવેલી જમીન થયેલા દબાણો દૂર કરીને વિકાસ લક્ષી કામો હાથ ધરાશે. પથિક આશ્ર્રમ થી રેલ્વે ગોદી સુધી મનપા હસ્તકની જમીન દબાણો દૂર કરીને બહારથી આવતાં પ્રવાસીઓ માટે બોર્ડીગની સુવિધા ઉભી કરાશે. તેમજ અન્ય જગ્યા પાર્કિગ સહિત અન્ય જરૂરીયાત મુજબ સેવાઓ ઉભી કરવામાં આવશે.